**. સત્ય વિચાર,, દૈનિક **
લઘુકથા : "રાહ જોતા…"
પંખીડાઓ ઘરો પર પાછા ફર્યા હતા, ત્યારે ઝૂંપડામાં એક નિઃસહાય મા, સવિતા પોતાના ત્રણ ભૂખ્યા બાળકો સાથે બેઠી હતી. વાંકી છત નીચે, ધૂળ ભરેલા ભૂખ્યા ચહેરાઓ ઉપાડી એક એક મોઢું તેની તરફ જોઈ રહ્યું હતું.
"બાપુ આવશે, રોટલો લાવશે..." મા એ કહ્યું પણ પોતાને પણ ખબર નહોતી કે એ શબ્દોમાં કેટલી હકીકત હતી.
પતિ આજે સાદા મજૂર કામે ગયો હતો, પણ હજુ સુધી પરત ફર્યો ન હતો. ઘડિયાળનો સમય જાણવાનો સાધન તો ન હતું, પણ એના ઉંડા હ્રદયે સમયની ભટ્ઠી સળગી રહી હતી. બાળકોએ થાકીને, ભૂખથી ટળવળીને, એકેકે કરી ને એની બાજુએ સૂઈ ગયાં.
મા પણ, થાક અને વેદનાથી હારી ને, બેચેની ઊંઘમાં ખસી ગઈ.
સપનામાં, તેણે જોયું — તેનું ઘર સુંદર બનેલું છે, દિવાલો પર રંગ છે, બાળકોના હાથમાં ગરમ રોટલો છે, અને પતિ હસતો હસતો રોટલા - દાળ ભાત ભરેલું ટિફિન લઈને આવે છે. બાળકો ઉલ્લાસથી પિતાને લપટી પડે છે. આખું ઘર હસતુ-ગાતું ધબકે છે...
પણ અચાનક કોઇએ હચમચાવી નાખ્યું.
આંખ ખુલી — ઝૂંપડાની ઊંધી વાસ્તવિકતા સામે હતી. ભૂખ્યા બાળકો હજુયે બાજુમાં સુતાં હતાં, અને પતિનો કાયમ આવવાનો માર્ગ હજુ ખાલી હતો.
મા એ આંખમાંથી હળવા હાથે આંસુ લૂછ્યું અને ફરી આંખ મીંચી — કદાચ ફરીથી એ સપનામાં ઘુસી શકે... ત્યાં જ્યાં કોઈ બાળક ભૂખે ન સુતું હોય..... !
************************************** કે, ડી, સેદાણી, આકાશ, શાલીગ્રામ પ્રાઈમ સાઉથ બોપલ,, અમદાવાદ 58 d,t,
all posts
- આ નગરમાં (ગઝલ)
- આવશું…. કદાચ
- આવી દિવાળી…..
- એકવીસમી સદી
- એન્ટેના …
- એવું તો શું છે તારા નામમાં
- ખૂબ ગમતાં
- ગજબ કે’ વાય!
- ગલ્લાબાપુ
- ગુન્હો – સજા
- ચમકારો
- ચુંટણીની ટણી
- છબ….. છબિયા
- જિંદગી
- ટાઢક થૈ જાય !
- ટાઢો ઉનાળો
- ટોમી
- તને પામવા માટે….
- તારા પગલાંની છાપ!!
- તારી આંખોમાં
- દિવાળી
- દોસ્તી
- ધ્રુજારી
- નશો – દારૂબંધીનો
- નસીબ
- નીકળે…..
- નેતા છે
- પતંગ
- પતંગ એટલે
- પતંગિયું
- બા હું તો મોટો થઈને
- બોલ તને શું લખું?
- બોલો લ્યો..
- બ્રમ્હ્યજ્ઞાન
- માણહનું કાવ્ય!
- મુન્નો
- લખ મને
- લોકો
- વરસાદી… કાવ્યો
- વિરહ
- શું કરું?
- સબંધ
- સમય
- સુગંધી ચીસ
- સ્ટાઈલ
- સ્વપ્નની બારાત
- હાઇકુ
- હાઇકુ
- હાઇકુ
- હાઇકુ
- હાઇકુ (દિવાળી)
- હાલો ને ભેરૂ