**.   સત્ય વિચાર,, દૈનિક  **

રાતની તન્હાઈ (એક અછાંદસ કાવ્ય)

શાંત છે બધું,
સિરફ પવનની ધીમી સીસકીઓ,
અને અંદર ક્યાંક એક પડઘો —
ખામોશ તૂટતો.

રાત,
ચાંદની છાંયામાં પણ,
તનહાં રહે છે,
જેમ દિલની ખાલી થેલીમાં,
ભટકતી યાદો ભરાય.

ઘડિયાળનું  ટિક ટિક અને હૃદયનું ધક ધક
વઘારે છે વિરહનું સંગીત,
દરેક પળ વજનદાર લાગે છે,
જેમ કોઈ આંખમાંથી લટકતા આંસુ.

તન્હાઈ —
એ ખુદમાં એક વાત છે,
ન બોલાય તેવું સ્નેહ,
ન ભુલાય તેવુ દુઃખ.

અને આખરે,
સવારની આગમન સુધી,
હું  એ ખામોશ સંભળાતા ગીતમાં,
એકલો પડી રહ્યો છું.... ,!       **************************************** કે ડી સેદાણી, આકાશ, શાલીગ્રામ પ્રાઈમ સાઉથ બોપલ અમદાવાદ 58