સાવ એકલો દરિયો (એક અછાંદસ કાવ્ય)

શાંત છે,
પણ અંદર ઉથલપાથલ કરે છે.
કોઈ કિનારો નથી,
કોઈ નાવ નથી,
ફક્ત પાણી છે—અને યાદોનો ઊંડો ઊંડો પડઘો.

સૂરજ ઊગે,
છાંયાં લંબાય,
ચાંદ ચમકે,
પણ દરિયો—એ તો એજ રહે છે.
અવિચલ,
અવિરત,
એકલો ,

પંખીઓ ઊડી જાય છે,
પવન પસાર થઈ જાય છે,
પણ એ દરિયો...
એ તો રડે છે પોતાની જ તરંગોમાં,
કોઈ સાંભળે નહીં,
કોઈ પૂછે નહીં.

દ્રષ્ટિ ટકે ત્યાં સુધી તે છે—
પરસ્પર શૂન્યની સાથે संवाद કરે છે.
શબ્દ વગર બોલે છે,
અને ચૂપમાં પણ કહે છે—
"હું અહીં છું,
પણ સાવ એકલો...! "****************************************** કે, ડી, સેદાણી,  આકાશ,, શાલીગ્રામ પ્રાઈમ સાઉથ બોપલ અમદાવાદ 58. D,t,