** સત્ય વિચાર,, દૈનિક. **
લઘુકથા: ડોનનું દિલ
નાનકડું ગામ—જિલ્લાનાના એક ખૂણામાં વસેલું. એ ગામમાં બધાને ડર લાગતો એક જ નામ સાંભળતા: “ડોન—રતનભાઈ.” ઊંચી મૂછો, તીખી નજર અને આખા ગામમાં તેની દાદાગીરી ચાલતી. વેપારીઓ, ખેડૂતો કે મજૂરો—બધા એની સામે ઝુકીને બોલતા.
પણ એના આભારી પણ ઘણાં હતાં. કારણ કે રતનભાઈનું દિલ પોતે જ જાણતો નહીં કે ક્યારે કઈ રીતે પીઘળી જાય.
એકવાર ગામમાં ગોધરાથી આવ્યા એક શ્રમજીવી પરિવારની વાત છે. ભીલારામ ગરીબ મજૂર હતો, ઘર તો શું, બે ટાઈમનું ભોજન પણ બમણું પડતું. ગામમાં મજૂરી કરવા આવ્યો, પણ કોઈ કામ આપતું નહીં—ડોનના ડરથી.
એક સાંજ ડોન રતનભાઈ ચા પીવા બહાર બેઠા હતા. ભીલારામના બાળકોએ તેની દુકાનની બહાર સૂકા બ્રેડના ટુકડા જોઈ લાલચ ભરેલી આંખોથી નિહાળ્યા. રતનભાઈએ નજર પડી, અને એની અંદર કંઈક હલાયું. એણે તરત માણસ મોકલીને આખા પરિવારને બોલાવ્યો. ભીલારામ ડરતો ડરતો આવ્યો—'હવે તો ગુસ્સો આવશે' એમ વિચારી.
પણ રતનભાઈએ કહ્યું: “બાપા, દરરોજ મારા બંગલામાં બગીચાનું કામ કરી દેજો. ઘરે અનાજ પણ પહોંચી જશે. બાળકો ભૂખ્યા ન રહે, એ મારું કામ.”
આ વાત ગામમાં વાયુઝડપે ફેલાઈ ગઈ. લોકો સમજવા લાગ્યા કે ડોનના રૂપમાં માણસ પણ છે—માયાળુ, ઉદાર, માનવતાભર્યો.
એ પછી રતનભાઈ જ્યાં પણ કોઈ પીડામાં માણસ જોશે, ત્યાં હાથ લંબાવતો. ડોનનો ડર હતો, પણ એ ડર પાછળ એક વિશાળ હૃદય છુપાયું છે, એ આખા ગામે જોઈ લીધું.
**************************************** કે, ડી, સેદાણી, આકાશ, શાલીગ્રામ પ્રાઈમ સાઉથ બોપલ અમદાવાદ 58 d,t, 1 march 2025
all posts
- આ નગરમાં (ગઝલ)
- આવશું…. કદાચ
- આવી દિવાળી…..
- એકવીસમી સદી
- એન્ટેના …
- એવું તો શું છે તારા નામમાં
- ખૂબ ગમતાં
- ગજબ કે’ વાય!
- ગલ્લાબાપુ
- ગુન્હો – સજા
- ચમકારો
- ચુંટણીની ટણી
- છબ….. છબિયા
- જિંદગી
- ટાઢક થૈ જાય !
- ટાઢો ઉનાળો
- ટોમી
- તને પામવા માટે….
- તારા પગલાંની છાપ!!
- તારી આંખોમાં
- દિવાળી
- દોસ્તી
- ધ્રુજારી
- નશો – દારૂબંધીનો
- નસીબ
- નીકળે…..
- નેતા છે
- પતંગ
- પતંગ એટલે
- પતંગિયું
- બા હું તો મોટો થઈને
- બોલ તને શું લખું?
- બોલો લ્યો..
- બ્રમ્હ્યજ્ઞાન
- માણહનું કાવ્ય!
- મુન્નો
- લખ મને
- લોકો
- વરસાદી… કાવ્યો
- વિરહ
- શું કરું?
- સબંધ
- સમય
- સુગંધી ચીસ
- સ્ટાઈલ
- સ્વપ્નની બારાત
- હાઇકુ
- હાઇકુ
- હાઇકુ
- હાઇકુ
- હાઇકુ (દિવાળી)
- હાલો ને ભેરૂ