**  સૌરાષ્ટ્ર પ્રતિબિંબ,, દૈનિક,   **

ફોટો સ્ટોરી: હૂંફાળું સપનું – રસ્તાની છાયામાં એક સપનાનું સિલાઈઘર ******************************

એક શાંત સવારે, રસ્તાની બાજુએ આવેલા સફેદ દીવાલના પડછાયામાં, એક સ્ત્રી પાટિયાની પાછળ બેઠેલી છે – પણ તે ફક્ત પગદંડી પરનુ દૃશ્ય નથી. તે છે એક સ્ત્રીનો સંઘર્ષ, શ્રમ અને આત્મવિશ્વાસનો જીવંત દાખલો. આંખોમાં નિર્ભયતા અને હસ્તકૌશલ્ય સાથે, તે એક જૂની છતાં મજબૂત સિલાઈ મશીન પર કામ કરે છે. તેણી કોઈ નક્કર દુકાનમાં નથી, પણ તેણે પોતાના સપનાનું મંચ રસ્તાની બાજુ પર જ બાંધ્યું છે.

તેની આજુબાજુ રાખેલા રંગબેરંગી થેલાઓમાંથી જાણવા મળે છે કે, તે કેટલી મહેનતથી કપડાં ભેગાં કરે છે અને ગ્રાહકો માટે તેમને નવા રૂપે ગાઢે છે. પલાસ્ટિકની ચાદર પર પાથરેલું તેનું કારખાનું છે – જ્યાં દરેક સિલાઈ સાથે તે માત્ર કપડાં નહીં, પણ પોતાનું અને તેના પરિવારનું ભવિષ્ય પણ ગઢે છે.

તસવીરમાં જોવા મળે છે એક ક્યુઆર કોડવાળો પ્લેકાર્ડ – ટેકનોલોજી સાથે તેનું સંઘર્ષનું સમન્વય. આ દર્શાવે છે કે, એ પણ બદલાતા યુગ સાથે આગળ વધવા માટે તૈયાર છે.

તેના પગલાં ભલે સિમેન્ટની પાવડીઓ પર છે, પણ તેના સપનાની ઉડાન આખી આકાશ સુધી છે. તે છે શહેરી જીંદગીની હકીકતોમાં ખિલેલી એક આશાની ફૂલ. ,******************
  કે, ડી, સેદાણી, આકાશ, શાલીગ્રામ પ્રાઈમ, સાઉથ બોપલ, અમદાવાદ 58, d, t,   15    may 2025