**.    સત્ય વિચાર,, દૈનિક.   **

લઘુકથા: ઈંટો વચ્ચે ઊગતું મમત્વ.  *******************************

કિસ્મતના વીંઝાયેલા રસ્તે, ક્યાંક એક ખૂણે કૌશલાની મહેનત દરરોજ ઢળી જાય છે. કૌશલાબેન—એક મજૂર સ્ત્રી, કે જે રોજ સવારે પોતાનો નાના દીકરો 'મિતુલ' ને કપડામાં બાંધી લે છે અને ઈંટ ભરીને કામ પર નીકળી પડે છે. મિતુલના પિતાનું તો પહેલેજ અકસ્માતમાં અવસાન થયું, હવે માતાની જ છાંયામાં તેનું શિશુભર્યું બાળપણ ઉગે છે.

સૂર્ય ડોકિયું કરે એ પહેલા જ કૌશલાબેનની પીઠ પર ઈંટોની લાવારીસ લારી ચઢી જાય. પગ ઘસી જાય, પીઠ દુખે, પણ હાથ કદી લથડે નહીં—કારણ કે એની આંખ સામે માત્ર એક ચહેરો હોય, મિતુલનો.

એક દિવસ ઈંટોની વચ્ચે મિતુલ રમતો-હસતો હોય છે. સાથી મજૂર પૂછે છે, “તું તો આખો દિવસ થાકે નહીં? એવો પ્રેમ ક્યાંથી લાવે છે?”

કૌશલાબેન મૌન રહીને કહે છે, “જ્યારે રોટલાની સાથે સંતાનના સપનાનું સૂત ભરવું હોય, ત્યારે થાક પણ લાગણી બની જાય.”

મજૂર દિવસોમાં પણ તેનું મમત્વ કોઈ ઈંટની ગીચમાં દટાય નહોતું, પણ એમાંથી સાકાર થતું હતું—દરેક ઈંટમાં માતાની મમતા, શ્રમ અને મૌન સંઘર્ષની વાર્તા રચાતી હતી.

1લી મેના દિવસે, કોઈ કલાકારએ રેતમાં એની મૂર્તિ ઊભી કરી. લોકો જોઈને વખાણ કરતાં ગયા, પણ કોણ જાણે કે એ તો રોજ જીવતી મૂર્તિ હતી—દરેક મજૂર માતા જેવી...
************************************** કે, ડી, સેદાણી, આકાશ, શાલીગ્રામ પ્રાઈમ, સાઉથ બોપલ, અમદાવાદ 58 d, t,  14    may 2025