** ગુજરાત મેઇલ દૈનિક,, (એડિટ પેજ )  **

 "રાહી મનવા દુઃખ કી ચિંતા ક્યુ સતાતી હૈ…"  ***************

માનવ જીવન એ એક યાત્રા છે – કંઇક શોધવાની, કંઇક મેળવવાની, અને કદાચ કંઈક ખોયા વગર પૂરી થતી નથી. આ યાત્રામાં ઘણીવાર ખુશીઓ ટૂંકા સમય માટે આવે છે, જ્યાં આપણે હળવાશ અનુભવીયે, એક શ્વાસ લઈએ. પણ દુઃખ, દુઃખ તો આપણું સાથ નહીં છોડતા સાથી બની જાય છે.

“દુઃખ તો અપના સાથી હૈ…” – આ પંક્તિએ જીવનનો સહજ સિદ્ધાંત કહી દીધો છે. સુખ એ તો એક છાંયા છે, જે વૃક્ષ નીચે થોડા સમય માટે આરામ આપે છે. પછી એ આગળ વધી જાય છે, ઢળી જાય છે. પણ દુઃખ – એ તો ક્યાંક મનમાં વસેલા છે, સાથસાથ ચાલે છે, આપણે તેને પીછે છોડવાનું પ્રયત્ન કરીએ ત્યારે પણ એ કદમો જોડીને ચાલે છે.

પણ શું દુઃખ ખરેખર દુશ્મન છે? કે પછી એ આપણું સોંસારથી જોડાણ તોડીને આપણા અંદરના પ્રકાશ તરફ દોરી જતું એક સાધન છે?

દુઃખમાં માનવી પોતાના સૌથી નિકટ આવે છે. સ્વયં સાથે સંવાદ કરે છે, અસલ ઓળખ સાથે પરિચય થાય છે. સુખમાં તો બહુ કાળજી લેવાતી નથી – બધું સારું લાગે છે. પણ દુઃખ આવે ત્યારે આપણે જીવનના સાચા અર્થ શોધવા મજબૂર થઈએ છીએ.

એટલેથી, પ્રશ્ન એ નથી કે દુઃખ ક્યારે જશે, પણ એ છે કે આપણે દુઃખને કેવી રીતે જોઈશું. જો એને જીવનનો શત્રુ ન ગણીએ, પણ એક સાથી, એક ગુરુ ગણીએ – તો કદાચ એના સાથમાં ચાલવાની તકલીફ પણ શાંતિમાં બદલી શકે.

“દુઃખ તો અપના સાથી હૈ…” – કદાચ એ આપણને જીવનનાં ઊંડા અર્થ શિખવવા આવે છે, આપણે પોતાને શોધી શકાય એ માટે આવે છે. સુખ તો પસાર થઈ જવાનું જ છે – પણ દુઃખ આપણને  એક નવી ક્ષિતિજ તરફ લઈ જઈ શકે છે**********
           કે, ડી, સેદાણી, આકાશ, શાલીગ્રામ પ્રાઈમ, સાઉથ બોપલ, અમદાવાદ 58,  d, t,         may 2025