**.     સૌરાષ્ટ્ર પ્રતિબિંબ,, દૈનિક,,(ફોટો સ્ટોરી)    **

ફોટો સ્ટોરી: માતૃત્વનો ઝરણો

સવારે રેલવે સ્ટેશન પર થોડી ગબડી ચાલી રહી છે. મુસાફરોના ચહેરા પર ઉત્સુકતા અને થોડી ગભરાટ સ્પષ્ટ દેખાય છે. ટ્રેન પ્લેટફોર્મ પર ઉભી છે, અને એની ખીડકી માંથી બહાર આવતો એક હાથ બોટલ પકડી રહ્યો છે. સામે એક વૃદ્ધ સ્ત્રી, સફેદ વાળ વાળી, શરીરે વૃદ્ધાશ્રમની ઝાંખી લઈને પણ હૃદયમાં પુત્રીઓ જેવી તાજગી ધરાવતી, પાણીનો ડલો લઈ બોટલમાં પાણી ભરે છે.

આ દ્રશ્ય બહુ સામાન્ય લાગે શકે, પણ એમાં સમાયેલો પ્રેમ અસામાન્ય છે. તે મહિલાની આંખોમાં ધ્યાન છે, હાથોમાં કાળજી છે અને હ્રદયમાં એક અદમ્ય લાગણી – માતૃત્વ. કદાચ એ વ્યક્તિ એની પુત્રી છે, જે લાંબી મુસાફરી માટે જ રહી છે. ટ્રેનની જાળીઓ વચ્ચે નાની જગ્યા જોઈને પણ, એ માતા એ જગ્યા પણ પ્રેમથી ભરી રહી છે.

પાણી માત્ર તરસ બુઝાવવાનું માધ્યમ નથી, એ તો એક સંદેશ છે – "તારું ધ્યાન રાખજે, તું ખુશ રહે, તને કોઈ કમી ન રહે." પાણીની બૂંદ એનાં દિલમાંથી નીકળેલી દુઆ જેવી લાગે છે.

માતૃસ્નેહ એવું તો છે, કે જ્યાં શબ્દોની જરૂર ન રહે. એક લટાર, એક ડલો, એક ખાલી બોટલ અને એક માબાપનો હાથ – એ બધું મળીને આ તસવીરનાં અધૂરાં શબ્દોને પૂરાં કરે છે.

આ પ્રસંગ માત્ર એક મોમેન્ટ નહીં, પણ જીવનભર યાદ રહે તેવી લાગણી છે – જ્યાં પ્રેમ દેખાવા માટે કોઈ વિશેષ કારણ હોવું જરૂરી નથી. માત્ર લાગણી હોય, એટલું પૂરતું છે.  ********************************************.  કે, ડી, સેદાણી, આકાશ, શાલીગ્રામ પ્રાઈમ, સાઉથ બોપલ, અમદાવાદ 58,   d, t,      may 2025