**.   સત્ય વિચાર, દૈનિક. **

શ્રમજીવીઓની સ્થિતિ – એક સામાજિક દ્રષ્ટિકોણ. *********

આ તસવીરમાં જોઈ શકાય છે કે એક યુવાન ઇમારત માટે ઈંટો બનાવી રહ્યો છે. આ તસ્વીર માત્ર એક માનવીની મહેનત દર્શાવતી નથી, પણ એ સમાજની સાવ આંખ છલકાવી દેનારી હકીકતને ઉજાગર કરે છે – કે કેટલાય લોકો આજે પણ તકલીફભર્યા જીવન માટે દૈનિક પરિશ્રમ કરી રહ્યાં છે અને છતાં સમાજમાં તેમનું યથા યોગ્ય સ્થાન નથી.

ભારત જેવા દેશમાં, જ્યાં રોજગારીનો મોટો હિસ્સો અસંઘટિત ક્ષેત્રો ઉપર આધાર રાખે છે, આવા મજૂરોનું જીવન ખૂબ જ અસ્થિર અને અનિશ્ચિત છે. તેમને ન તો નક્કી પગાર મળે છે, ન તો આરોગ્યની સુવિધા, ન જ વારસાગત સુરક્ષા. તેમ છતાં તેઓ સમાજના વિકાસ માટે સૌથી વધુ કામ કરે છે – ઇમારતો ઊભી કરે છે, રસ્તા બાંધે છે, અને બાંધકામના દરેક પાયામાં યોગદાન આપે છે.

સામાજિક દ્રષ્ટિએ જોવામાં આવે તો, આવા શ્રમજીવીઓ સામે સમાજનો વલણ ઘણીવાર અસંવેદનશીલ હોય છે. તેઓ માત્ર 'મજૂર' તરીકે ઓળખાય છે, તેમની ઓળખ તેમની મહેનતથી નહીં પરંતુ એમના ધંધાથી થતી હોય છે. આવું વલણ સમાજમાં ઊંડે વસેલા વર્ગભેદ અને કામના આધાર પર થયેલા ભેદભાવને દર્શાવે છે.

અત્યાર સુધી આપણે જે પ્રગતિનો દાવો કરીએ છીએ, તે માત્ર ભૌતિક બાંધકામ સુધી સીમિત રહી છે. ખરેખરનો વિકાસ ત્યારે માનવો જોઈએ જ્યારે શ્રમજીવીઓના જીવન સ્તરમાં સુધારો થાય, જ્યારે તેમને શિક્ષણ, આરોગ્ય અને માનસિક સન્માન મળે.

આ તસવીર આપણને યાદ અપાવે છે કે સમાજના પાયા એવા લોકો ઉપર આધારિત છે, જેઓના હાથ ભૂખે હોવા છતાં પણ બીજાના ઘરો ઊભા કરે છે. સાચો ન્યાય તો ત્યારે થશે જ્યારે આપણે એવા શ્રમિકોને માત્ર 'મજૂર' નહીં, પરંતુ 'રાષ્ટ્ર નિર્માતા' તરીકે ઓળખીશું.  *****************************************.   કે, ડી, સેદાણી, આકાશ, શાલીગ્રામ પ્રાઈમ, સાઉથ બોપલ, અમદાવાદ 58 d, t,         may 2025