**. સત્ય વિચાર, દૈનિક, **
"એરપોર્ટ પર નથી કોઈ "આવજો" કહેવાવાળું…. ! "**************
લાઉડસ્પીકર બોલે છે અનોખી ભાષામાં,
જ્યાં સંવેદનાઓ ઘૂંટી જાય છે ટેક્નોલોજીની ગૂંજીમાં.
ચહેરા અનેક, લાગણીઓ ખામોશ,
ઘણી વાતો આંખોમાં, પણ વાણીમાં શૂન્ય…
સૂટકેસ વટાવે છે સંબંધો,
ટિકિટથી વધારે મુલ્યવાન લાગે છે સમય.
પાછળ વળીને જોવાનું રોકે છે ઘડિયાળ,
કાર્નરમા કોઈ નાની બાળકી પિતા માટે ઉભી નથી…
અહીં નહીં મળે દુ:ખી આંખો સાથે 'આવજો'ના આશીર્વાદ,
નહીં કોઈ દાદી કે દાદા, ખમ્મા ગણીને વીદાય લેતા.
કેટલીક વિદાય અદૃશ્ય છે – સ્માર્ટફોનની સ્ક્રીન પર “bye” લખાય છે,
પણ હ્રદયના ખૂણે એ શબ્દ ઊંડો પડતો નથી…
એરપોર્ટ—વિદાયનું નવીન મંચ,
જ્યાં લાગણીઓ પણ સ્કેન થતી હોય લાગે.
પણ ક્યાંક, ક્યાંક હજી કોઈ નજર શોધે છે,
કોઈ એક "આવજો" કહેવાવાળું....! ****************************************** કે, ડી, સેદાણી, આકાશ, શાલીગ્રામ પ્રાઈમ, સાઉથ બોપલ, અમદાવાદ 58, d, t, may 2025
all posts
- આ નગરમાં (ગઝલ)
- આવશું…. કદાચ
- આવી દિવાળી…..
- એકવીસમી સદી
- એન્ટેના …
- એવું તો શું છે તારા નામમાં
- ખૂબ ગમતાં
- ગજબ કે’ વાય!
- ગલ્લાબાપુ
- ગુન્હો – સજા
- ચમકારો
- ચુંટણીની ટણી
- છબ….. છબિયા
- જિંદગી
- ટાઢક થૈ જાય !
- ટાઢો ઉનાળો
- ટોમી
- તને પામવા માટે….
- તારા પગલાંની છાપ!!
- તારી આંખોમાં
- દિવાળી
- દોસ્તી
- ધ્રુજારી
- નશો – દારૂબંધીનો
- નસીબ
- નીકળે…..
- નેતા છે
- પતંગ
- પતંગ એટલે
- પતંગિયું
- બા હું તો મોટો થઈને
- બોલ તને શું લખું?
- બોલો લ્યો..
- બ્રમ્હ્યજ્ઞાન
- માણહનું કાવ્ય!
- મુન્નો
- લખ મને
- લોકો
- વરસાદી… કાવ્યો
- વિરહ
- શું કરું?
- સબંધ
- સમય
- સુગંધી ચીસ
- સ્ટાઈલ
- સ્વપ્નની બારાત
- હાઇકુ
- હાઇકુ
- હાઇકુ
- હાઇકુ
- હાઇકુ (દિવાળી)
- હાલો ને ભેરૂ