** સત્ય વિચાર, દૈનિક,
" કુછ તો લોગ કહેંગે "— જીવનની સત્યતા અને આપણા નિર્ણયોની કહાની ********
જ્યારે આપણે કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લઈએ છીએ અથવા જીવનમાં કંઈક અનોખું કરવાનો વિચાર કરીએ છીએ, ત્યારે સૌથી પહેલા મગજમાં એક વિચાર ઘૂમવા લાગે છે — “લોકો શું કહેશે?”
આ વિચારે કેટલીય મહત્ત્વાકાંક્ષાઓને, કેટલાય સપનાને અને કેટલાય જુસ્સાને કચડી નાંખ્યા છે.
“કુછ તો લોગ કહેગે” માત્ર એક કહેવત નથી, એ તો આપણા સમાજનું એક સજીવ તત્વ છે. તમે સારા કપડાં પહરો, લોકો કહે હીરો દેખાવુ છે! સાદા કપડાં પહરો, — ગરીબી બતાવે છે! સફળ થાઓ તો ઈર્ષ્યા થાય, નિષ્ફળ થાઓ તો ટીકા થાય. લોકોનું કામ છે કહેજ કરવું. આપણી પાસે માત્ર એક વિકલ્પ છે — આવાજોને અવગણવાનો.
જીવન ખૂબ જ થોડી વારનું છે. જો આપણે દરેક પગલાં એ વિચારીને ભરવા લાગીએ કે બીજાઓ શું કહેશે, તો આપણું જીવન આપણું રહેશે જ નહીં. આપણું જીવન તો બીજાઓના વિચારોનું બંધક બની જશે.
વિખ્યાત લેખક ચાર્લ્સ ડિકન્સે કહ્યું છે — “ક્યારેય એ ન વિચારશો કે બીજાઓ તમારા વિશે શું વિચારે છે; તેઓ પોતાનું જીવન જીવવામાં એટલા વ્યસ્ત છે કે આખરે તેઓ તમારું વિચારવાનું છોડી દેશે.”
આ વાક્ય આપણા માટે પણ સાચું છે. આજ જે લોકો આપણું વિરુદ્ધ બોલે છે, કાલે તેમના માટે બીજી કોઈ વાત મહત્વની બની જશે. પણ જો આપણે તેમના શબ્દોને આપણાં દિલમાં ઉતારી લઈએ, તો આપણું આત્મવિશ્વાસ હંમેશા ધક્કો ખાશે.
યુવાન અવસ્થામાં મોટા સપનાઓ જોવા એ સ્વભાવિક છે, પણ આપણે સાંભળીએ છીએ — “એ ક્ષેત્રમાં પૈસા નથી, એને અભ્યાસ કરી શું ફાયદો? છોકરીઓ એ કામમાં નહીં જાય, છોકરાઓએ આ કર્યું તો લોકો શું કહેશે?” આવા અનેક સવાલોથી અમુક લોકો ડરી જાય છે અને હિમ્મત હારી જાય છે. પણ જેણે લોકમતથી પરે જઈને પોતાનું ઉદ્દેશ્ય નિર્ધાર્યું હોય, એ વ્યક્તિને કોઈ અટકાવી શકતું નથી
જ્યારે આપણે કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લઈએ છીએ અથવા જીવનમાં કંઈક અનોખું કરવાનો વિચાર કરીએ છીએ, ત્યારે સૌથી પહેલા મગજમાં એક વિચાર ઘૂમવા લાગે છે — “લોકો શું કહેશે?”
આ વિચારે કેટલીય મહત્ત્વાકાંક્ષાઓને, કેટલાય સપનાને અને કેટલાય જુસ્સાને કચડી નાંખ્યા છે
ચરખા ઘુમાવનારી બાપૂજી પણ દુનિયાના મતો સામે ઊભા રહ્યા. ભિંમરાવ આંબેડકર સમાજના કટુ વચનો સામે પોતાના હક્ક માટે લડ્યા. મધુબાલા, લીલા બંસાલી, અને કોહલી જેવી હસ્તીઓએ પણ ક્યારેક લોકટીકા સહન કરી છે. આજે લોકો એમના વખાણ કરે છે, પણ એક સમય એવો હતો કે એમણે પણ “લોકો શું કહેશે?” એ અવાજને અવગણવાનું શીખી લીધું હતું.
જો આપણે સમાજમાં બદલાવ લાવવો છે, તો આપણા નિર્ણયોની જવાબદારી સ્વીકારવી શીખવી પડશે. જો આપણે ભયમાં રહીને જીવીશું, તો આપણે એક અસફળ જીવન જીવશું. હાં, લોકોથી પ્રેરણા લેવી ખરાબ વાત નથી, પણ આપણી વ્યક્તિગત ઓળખ અને સપનાને ટાળવી એ દુઃખદ છે.
આજે જ્યારે તમે કોઈ નિર્ણય લો, એકવાર પોતાની અંદર જુઓ અને પોતાને પૂછો — “આ નિર્ણય મારી ખુશી માટે છે કે લોકોના સંતોષ માટે?”
જ્યારે જવાબ મળશે, ત્યારે તમારી લાગણીઓમાં સ્વતંત્રતા આવશે.
યાદ રાખો — લોકોની યાદશક્તિ ટૂંકી હોય છે, પણ તમારા અધૂરા સપનાઓનું પસ્તાવો જીવનભર રહી શકે છે. લોકોને બોલવા દો, તમે તમારું શ્રેષ્ઠ કરો. અંતે સફળતાની ચમક જોઈને એ જ લોકો તમારા ગુણગાન ગાવા લાગશે !
સંદેશ:
કોઈએ સાચું કહ્યું છે —
> "કુછ તો લોગ કહેંગે ,, લોગો કા કામ હે કહેના,, છોડો બેકાર કી બાત હૈ,, કહી બીત ન જાયે રેના ,,".
”
તો ચાલો, આજથી લોકોનાં વિચારોથી પરે જઈને પોતાના સપનાને સાકાર કરવાની શરુઆત કરીએ!
************************************* ****કે, ડી, સેદાણી, આકાશ, શાલીગ્રામ પ્રાઈમ, સાઉથ બોપલ, અમદાવાદ 58, d,t,
may 2025
all posts
- આ નગરમાં (ગઝલ)
- આવશું…. કદાચ
- આવી દિવાળી…..
- એકવીસમી સદી
- એન્ટેના …
- એવું તો શું છે તારા નામમાં
- ખૂબ ગમતાં
- ગજબ કે’ વાય!
- ગલ્લાબાપુ
- ગુન્હો – સજા
- ચમકારો
- ચુંટણીની ટણી
- છબ….. છબિયા
- જિંદગી
- ટાઢક થૈ જાય !
- ટાઢો ઉનાળો
- ટોમી
- તને પામવા માટે….
- તારા પગલાંની છાપ!!
- તારી આંખોમાં
- દિવાળી
- દોસ્તી
- ધ્રુજારી
- નશો – દારૂબંધીનો
- નસીબ
- નીકળે…..
- નેતા છે
- પતંગ
- પતંગ એટલે
- પતંગિયું
- બા હું તો મોટો થઈને
- બોલ તને શું લખું?
- બોલો લ્યો..
- બ્રમ્હ્યજ્ઞાન
- માણહનું કાવ્ય!
- મુન્નો
- લખ મને
- લોકો
- વરસાદી… કાવ્યો
- વિરહ
- શું કરું?
- સબંધ
- સમય
- સુગંધી ચીસ
- સ્ટાઈલ
- સ્વપ્નની બારાત
- હાઇકુ
- હાઇકુ
- હાઇકુ
- હાઇકુ
- હાઇકુ (દિવાળી)
- હાલો ને ભેરૂ