**.    ગુજરાત મેઇલ,, દૈનિક, ,( એડિટ પેજ)

જો હમને દાસ્તાં અપની સુનાઈ, આપ ક્યો રોયે?  *****************************

જીવનમાં દરેક માણસ પાસે પોતાની એક અનોખી કહાની હોય છે — ખુશીની, દુખની, સંઘર્ષની, સફળતાની અને ક્યારેક નિષ્ફળતાની પણ. દરેક માનવી અંદરથી એક પુસ્તક છે, જેને જો ખોલી શકાય, તો કેટલાય કિસ્સા બહાર આવે.

આ પંક્તિ — "જો હમને દાસ્તાં અપની સુનાઈ, આપ ક્યો રોયે?" — આપણને યાદ અપાવે છે કે દરેક માણસનો દુખનો પાથરો અલગ હોય છે, અને કદાચ આપણે જેને હળવું માનીએ, એ માટે કોઈ બીજા માટે તો એક મોટો  ઘાવ બની શકે છે.

આજના સમયમાં જ્યારે લોકો પોતાનું દુઃખ દિલમાં રાખીને હસતા હોય છે, ત્યારે જો કોઈ ધીરજથી એમની વાત સાંભળે, એમની કહાની સમજવા પ્રયત્ન કરે, તો કદાચ એમના આંખમાંથી વહેતા અશ્રુઓ થંભી જાય.

કેટલાય લોકો છે, જેમને સમજવાનું કોઈ નથી. લોકો સાંભળે છે, પણ સમજતા નથી. જો આપણે ઊંડાણપૂર્વક સાંભળવાનું શીખી જઈએ, તો કદાચ બીજાના દુઃખોનું થોડીક મરામત થઈ શકે.

આ શબ્દો આપણને સંવેદનશીલ બનવાની અપીલ કરે છે. આજુબાજુના લોકોને માત્ર જોવા નહીં, પણ એમને સમજવાનો પ્રયત્ન કરીએ. ક્યારેક માત્ર સાંભળવાથી પણ માણસના દિલનું ભારણ હળવું થઈ જાય છે.

જ્યારે કોઈ આપણને એની દાસ્તાં કહે છે, ત્યારે આપણું કામ છે કે દંડ ન કરતાં, વખાણ ન કરતાં, માત્ર એમને એ વાત કહેવાની જગ્યા આપવી. ક્યારેક એ જ એક નાનું પગલું માણસના જીવનમાં મોટી શાંતિ લાવી શકે છે.

આ પુસ્તક જેવું જીવન છે. અને દરેકનો અધ્યાય અલગ છે. જો આપણે સાચા અર્થમાં બીજાની કહાની સાંભળવાનું શીખી જઈએ, તો દુનિયા થોડીઘણી વધુ સુખદ બની શકે.,*********************************** કે, ડી, સેદાણી, આકાશ, શાલીગ્રામ પ્રાઈમ, સાઉથ બોપલ, અમદાવાદ 58   d,t,  6   may 2025