*ટેલિવિઝનની એ દિવસોની યાદો*
આજથી કેટલાંક દાયકાં પહેલાંનો સમય યાદ કરીએ તો ગામડાં કે નગરોમાં ટેલિવિઝન હોવું એ મોટું ગૌરવ માનવામાં આવતું. એ દિવસોમાં ટેલિવિઝન માત્ર મનોરંજનનું સાધન ન હતું, પણ આખા પરિવાર અને પડોશીઓને એક સ્થળે એકત્ર કરવાની એક અદભૂત કડી હતી. આજની તસ્વીર એ જ દિવસોની ઝલક આપણાં સમક્ષ મૂકે છે.
તસ્વીરમાં સ્પષ્ટ દેખાય છે કે આખું કુટુંબ અને પડોશી મળીને ટીવીનો એન્ટેના જોડી રહ્યા છે. કોઈ છત પર ચડીને એન્ટેના સેટ કરે છે, તો કોઈ સેટેલાઇટ ડિશ તરફ નજર કરે છે. એક વ્યક્તિ સીડી પર ઊભો રહીને એન્ટેનાની દિશા સુધારે છે. નીચે ઉભેલી મહિલાઓ અને બાળકો ટીવી પર નજર ગાડીને રાહ જુએ છે કે ક્યારે એ સફેદ “સ્ટેટિક” સ્ક્રીન દૂર થશે અને સાફ દૃશ્ય આવશે.
તે સમયના લોકો માટે એન્ટેનાને સાચી દિશામાં ફેરવવાનું એક મોટું કામ ગણાતું. વારંવાર "આ દિશામાં ફેરવો", "થોડું ડાબે કરો", "હા હવે સ્પષ્ટ દેખાય છે" એવા અવાજો ઘરમાં ગૂંજી ઉઠતાં. આખું કુટુંબ એ પ્રક્રિયામાં જોડાતું, જાણે એ કોઈ તહેવાર કરતાં ઓછું ન હોય.
ટેલિવિઝન આજની જેમ સોંથી વધુ ચેનલોવાળો નહોતો. થોડા જ ચેનલ આવતાં, પણ એમાં આવતી ધારાવાહિકો અને સમાચાર લોકો માટે વિશેષ મહત્વ ધરાવતા. "રામાયણ", "મહાભારત", "ચિત્રહાર" કે "સમાચાર" – બધું જ એક પ્રસંગ સમાન લાગતું. કોઈના ઘરે ટીવી હોય તો આખા પડોશના લોકો ત્યાં ભેગા થઈ જતા અને સાથે મળીને કાર્યક્રમો માણતા.
આ તસ્વીર આપણને સંદેશ આપે છે કે એ દિવસોમાં લોકોમાં સામૂહિક ભાવના કેટલી મજબૂત હતી. એક ટીવી, એક એન્ટેના, પણ ખુશી સૌની હતી. આજના મોબાઈલ અને ઇન્ટરનેટના યુગમાં દરેક વ્યક્તિ પોતાની સ્ક્રીનમાં વ્યસ્ત છે, પણ એ દિવસોમાં એક જ સ્ક્રીન બધાને જોડતી હતી.
આ તસ્વીર ગ્રામ્ય ભારતની સહજતા, સાદાઈ અને સામૂહિક એકતાનું પ્રતિબિંબ છે. સાદા ઘર, આંગણું, સીડી, બાઇસિકલ, અને એન્ટેના સાથે ઊભેલો પરિવાર – એ બધું આપણને યાદ અપાવે છે કે ખુશી મેળવવા માટે ભૌતિક સુવિધાઓ કરતાં લાગણી, સહકાર અને મળીને કરેલી મસ્તી વધુ મહત્વની છે.
ટેકનોલોજી ભલે આજે ઘણું આગળ વધી ગઈ હોય, પણ આ તસ્વીર આપણને એ જમાનાની નિર્દોષ ખુશીઓ યાદ અપાવે છે. જ્યાં નવું ટીવી કે ચેનલ આવવું માત્ર એક ઘટના ન્હોતી, પણ આખા પરિવાર અને પડોશીઓને જોડતી એક અવિસ્મરણીય ક્ષણ હતી. ****************************************. કે, ડી, સેદાણી,... " આકાશ " શાલીગ્રામ પ્રાઈમ,, સાઉથ બોપલ,, અમદાવાદ 58, d, t, 2025
all posts
- આ નગરમાં (ગઝલ)
- આવશું…. કદાચ
- આવી દિવાળી…..
- એકવીસમી સદી
- એન્ટેના …
- એવું તો શું છે તારા નામમાં
- ખૂબ ગમતાં
- ગજબ કે’ વાય!
- ગલ્લાબાપુ
- ગુન્હો – સજા
- ચમકારો
- ચુંટણીની ટણી
- છબ….. છબિયા
- જિંદગી
- ટાઢક થૈ જાય !
- ટાઢો ઉનાળો
- ટોમી
- તને પામવા માટે….
- તારા પગલાંની છાપ!!
- તારી આંખોમાં
- દિવાળી
- દોસ્તી
- ધ્રુજારી
- નશો – દારૂબંધીનો
- નસીબ
- નીકળે…..
- નેતા છે
- પતંગ
- પતંગ એટલે
- પતંગિયું
- બા હું તો મોટો થઈને
- બોલ તને શું લખું?
- બોલો લ્યો..
- બ્રમ્હ્યજ્ઞાન
- માણહનું કાવ્ય!
- મુન્નો
- લખ મને
- લોકો
- વરસાદી… કાવ્યો
- વિરહ
- શું કરું?
- સબંધ
- સમય
- સુગંધી ચીસ
- સ્ટાઈલ
- સ્વપ્નની બારાત
- હાઇકુ
- હાઇકુ
- હાઇકુ
- હાઇકુ
- હાઇકુ (દિવાળી)
- હાલો ને ભેરૂ