: "મા – મજબૂતીનું બીજું નામ"

સૂર્ય ઉગે તે પહેલાં જ કામ પર જઈ રહી હતી કમલા. તેણી એક મજૂર સ્ત્રી છે, જે બિલ્ડિંગના સાઇટ પર ઈંટો ઉઠાવવાનો ધંધો કરે છે. તેના માટે એ સામાન્ય દિવસ હતો – ગરમ રેત, ધૂળ અને શરીર તોડતી મહેનત. પણ આજના દિવસે કમલાની કોડી કંગાળી સાથે એક નવો પડકાર પણ હતો – તેણું નાનકડું બાળક, આરવ.

ઘરમા સંભાળવાવાળો કોઈ નહિ, ભાડાના રૂમમાં રહેતી કમલાએ નક્કી કર્યું કે બાળકને સાથે લઈ જશે. એક સપાટ કપડાની સાડીથી કમલાએ બાળકને પોતાની પીઠ પાછળ એમ બંધાવી દીધો કે જાણે એ માતૃત્વ અને મહેનત વચ્ચેના સંતુલનનું પ્રતિક બની ગઈ હોય.

માથા પર ઈંટો અને પીઠ પર દીકરો – આ બે ભારે જવાબદારીઓ વચ્ચે પણ કમલાની આંખોમાં એક અજોડ ચમક હતી. દીકરો ભલે શાંત પડીને માતાની પીઠ પર સૂતો હોય, પણ કમલાના દરેક પગલે એની માટે એક નવો ભવિષ્ય રચાઈ રહ્યો હતો.

કમલા માટે આ માત્ર એક દિવસ ન હતો – આ તો તેના સંઘર્ષ અને પ્રેમની અનોખી કહાની હતી. એ કહે છે કે ભગવાન દરેક જગ્યા નથી રહી શકતા, એટલે એમણે મા બનાવી. પણ આજની દુનિયામાં, કદાચ ભગવાન પણ કમલાની જેમ ઈંટ ઉઠાવતા માતામાં રહે છે. સાંજ પડવા લાગી હતી. કમલાએ આખો દિવસ ઈંટો ઉઠાવીને, રેતના ઢગલાઓમાં પગ પેસારીને મહેનત કરી હતી. તેનું શરીર તો થાકી ગયું હતું, પણ પીઠ પાછળ સૂતો આરવ એને એક નવી શક્તિ આપે છે. દરેક પગલામાં એવું લાગતું કે એ કોઈ ઈંટ નહીં, પણ તેના પુત્રનું ભવિષ્ય બાંધે છે.

સાઈટના એક ખૂણામાં આરામ કરતી વખતે, બિલ્ડર એક વખત આવીને એના તરફ જોયો. પણ પછી તરત જ આંખ ફેરવી લીધી. એ માટે કમલા માત્ર એક મજૂર હતી. માનવી નહીં, એક સાધન. એ પણ ક્યારેય નહીં વિચારે કે કમલાની જેમ હજારો મહિલાઓ રોજ શરીરથી નહીં પણ અંતઃકરણથી કામ કરે છે.

પણ શું સમાજે પોતાનું કાર્ય પૂરું કર્યું છે?

દરેક ઈંટ જે બાંધકામ ઊભું કરે છે, એ પાછળ કોઈના સ્વપ્નો તૂટેલા હોય છે. કમલા જેવી માતાઓ સમાજના માટે છૂપાયેલી નીવડ છે, જેને કોઈ માન આપતો નથી. પણ શું એ જ સમાજનું ફરજ નથી કે એવી મહિલાઓ માટે...

દિવસના કામ માટે બાળક સંભાળવાની સગવડ આપે?

મજૂર મહિલાઓને આરોગ્યસેવાઓ, માતૃત્વની સુરક્ષા અને આરામદાયક સમય આપી શકે?

એમના બાળકો માટે સાઇટ પાસે ‘બાળવાડી’ જેવી વ્યવસ્થા કરે?

શિક્ષણ અને રોજગારની નવી તકો ઉભી કરે જેથી કામદાર માતાને આટલી બધી બોજા નહીં ઉઠાવવી પડે?                                     .       


સમાજ જોતો રહે છે, ક્યારેક દયા સાથે, ક્યારેક ચૂપચાપ. પણ બદલાવ દયાથી નહીં, જવાબદારીથી આવે છે.

કમલાની વાર્તા એક રજૂઆત છે – એક પ્રશ્ન છે દરેક માટે.
શું આપણે એવી દુનિયા બનાવીશું, જ્યાં કમલાને પોતાની પાછળ બાળક રાખી મહેનત નહીં કરવી પડે, પણ એના હાથમાં કલમ અને આરવના હાથમાં ભવિષ્ય હોય?  ****************   ************                   .                             .                                                  કે, ડી. સેદાણી ,,"આકાશ".  શાલીગ્રામ  પ્રાઈમ ,, સાઉથ બોપલ અમદાવાદ 58 d,t, 14 april 2025