**. સત્ય વિચાર,, દૈનિક **
બા એ પોતાની સાડી થી મારા માટે બનાવેલું ગોદડું (એક અછાંદસ કાવ્ય)
બા એ એક જૂની સાડી ઉપાડી,
ઘસાઈ ગઈ હતી કદાચ એના પગલાંની સાથે,
પણ એની કાપમાં આજે પણ ઘરની શાંતિ વહે છે.
એ સાડી નહોતી માત્ર વસ્ત્ર,
એ તો ઋતુઓની સાક્ષી હતી,
ઘણા તહેવારોમાં હસી હતી, રડી હતી, અને બેઠી રહી હતી શાંત પણ.
એમાંથી કાપ્યા ટુકડા – ક્યારેક ફૂલવાળી બાજુ,
ક્યારેક વાંકે વળી ગયેલી કિનારી.
સોઈ - દોરાથી બાંધીને સીવ્યું બધું પ્રેમમાં,
અને ઊભું થયું – એક નાનું ગોદડું.
મારે માટે.
એનાથી મોટી ચીજ શું બની શકે?
હવે જ્યારે ઠંડી પછડાવે છે બારણું,
અને બારણું બંધ નથી થતું...
ત્યારે હું એ ગોદડું ઓઢું છું,
અને બા મારામાં ઓઢાઈ જાય છે. . બા ની વિદાય ને 14 વરસ વીતી ગયા,, હજી પણ બા એ . બનાવેલું. . ગોદડુ કબાટમાં ઘરેણાની જેમ સાચવ્યું છે !
એમાંથી હજી સુગંધ આવે છે –
કપાસની નહીં, પ્રેમની.... ! ***** કે ડી. સેદાણી. "આકાશ" સાઉથ બોપલ, અમદાવાદ 58
all posts
- આ નગરમાં (ગઝલ)
- આવશું…. કદાચ
- આવી દિવાળી…..
- એકવીસમી સદી
- એન્ટેના …
- એવું તો શું છે તારા નામમાં
- ખૂબ ગમતાં
- ગજબ કે’ વાય!
- ગલ્લાબાપુ
- ગુન્હો – સજા
- ચમકારો
- ચુંટણીની ટણી
- છબ….. છબિયા
- જિંદગી
- ટાઢક થૈ જાય !
- ટાઢો ઉનાળો
- ટોમી
- તને પામવા માટે….
- તારા પગલાંની છાપ!!
- તારી આંખોમાં
- દિવાળી
- દોસ્તી
- ધ્રુજારી
- નશો – દારૂબંધીનો
- નસીબ
- નીકળે…..
- નેતા છે
- પતંગ
- પતંગ એટલે
- પતંગિયું
- બા હું તો મોટો થઈને
- બોલ તને શું લખું?
- બોલો લ્યો..
- બ્રમ્હ્યજ્ઞાન
- માણહનું કાવ્ય!
- મુન્નો
- લખ મને
- લોકો
- વરસાદી… કાવ્યો
- વિરહ
- શું કરું?
- સબંધ
- સમય
- સુગંધી ચીસ
- સ્ટાઈલ
- સ્વપ્નની બારાત
- હાઇકુ
- હાઇકુ
- હાઇકુ
- હાઇકુ
- હાઇકુ (દિવાળી)
- હાલો ને ભેરૂ