**.    સત્ય વિચાર,, દૈનિક.   **

 “અઢી રૂપિયાનો સંતોષ”   (લઘુ કથા)

જેનીયો એક ગરીબ મજૂર હતો. રોજ વહેલી સવારે ઉઠી કામ પર જાય, સાંજે થાકેલી પાંસળીયે ઘરે પાછો ફરતો. તેના માટે જીવન એટલે રોટલી, મજૂરી અને બાળકોની મોસમ પ્રમાણે પાટીને ગૂંથવી.

એક દિવસ જેનીયાને રસ્તામાં એક ચમકતી પર્સ મળી. તેણે ખોલીને જોયું – અંદર ૧૦૦૦ રૂપિયાની નોટો! આંખો પહોળી થઇ ગઈ. થોડા પળ માટે મનમાં લાલચ લહેરાઈ... પણ તરત પપ્પાની વાત યાદ આવી – “પરમાર્થમાં જીતી ગયેલ એક દિવસની ભુખ પણ લાખની લાંચ કરતાં ભારે હોય છે.”

જેનીયાએ આસપાસ પૂછપરછ કરી, અંતે એક ભયભીત વડીલ મળ્યા જેઓ પર્સ ગુમાવી ચૂક્યા હતા. પર્સ પાછું મળતાં વડીલની આંખમાં આભારના આશૂ આવી ગયા. તેઓએ જેનીયાને અઢી રૂપિયા આપવાનું કહ્યું – ‘મીઠાઇ માટે.’

જેનીયાએ લીધા નહિ. પણ વડીલનાં હસ્તે અપાયેલી એ શાબાશી અને આશીર્વાદ, જેનીયાને લાખરૂપિયાથી વધુ મૂલ્યવાન લાગ્યાં.

સાંજે રોટલી સાથે મીઠો લાગતો દાળનો સ્વાદ, આજ વધુ જુદો હતો... ! *************************************** કે, ડી, સેદાણી, આકાશ,,, શાલીગ્રામ પ્રાઈમ સાઉથ બોપલ અમદાવાદ 58